મધ ક્યાંથી મળે છે?




ખૂબ જ સ્વાદિષ્ટ મધ તો તમે ચખ્યું જ હશે . .આજ કાલ TV માં તમે મધ ની જાહેરાતો જોતા હશો..
મધ એક સંપૂણ આહાર છે. અને ખુબજ શક્તિ દાયક પણ છે.
મધ આપણ ને મધપૂડા માંથી મળે છે. મધપૂડો એટલે મધમાખી નું ઘર..તમને જંગલ માં બગીચા માં કે કોઈ ના ઘર ની બાલ્કનીમાં માં જોવા મળે છે.
મધમાખી દૂર દૂર સુધી જઇ ને મધ એકઠું કરે છે..

એક મધપૂડા માં 22,000 વધુ મધમાખીઓ હોય છે. અને મધપૂડા માં એક રાણી(Queen) માખી હોય છે. જે માત્ર ઈંડા મુકવા નું કામ કરે છે.

600 ગ્રામ મધ ભેગું કરવા માં મધમાખી ને હજારો કિલોમીટર નું અંતર કાપવું પડે છે લાખો ફૂલોની ઉપર જવું પડે છે. મધમાખી કલાક ના 27 કિ.મી. ઝડપે ઉડે છે અને મધ એકઠું કરે છે..

મિત્રો એક નાની મધમાખી જો પોતાના મધપૂડા માટે આટલું બધી મહેનત કરતી હોય તો આપણે તો માણસો છીએ... આજ કાલ લોકો આળસ અને વિલાસ માં પોતાનો સમય વિતાવે છે..  આજ ફાસ્ટ યુગ માં તો સખત પરિશ્રમ ની જરૂર હોય છે જે માણસો માં જોવા નથી મળતો....   આજ મહેનત કરશો તો કાલ ભોગવી શકશો.... બાકી ઠન ઠન ગોપાલ...
Next Post
No Comment
Add Comment
comment url