સફળ વ્યક્તિ બનવા માટેનો ફોર્મ્યુલા... success formula
મનુષ્યમાં મગજમાં અપાર શક્તિ રહેલી છે , તેના અસ્તિત્વમાં
વિશ્વાસ કરવા અને તેને મેળવી લેવાની યોગ્ય ક્ષમતાને પ્રતિભાને નામે ઓળખવામાં આવે
છે આ ન તો જન્મજાત ઉપલબ્ધી છે ન કોઈ દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ કે વરદાન કહી
શકાય. તે પોતાની જાતે ઉત્પન્ન થયેલી વિલક્ષણ સંપત્તિ છે, જેના દ્વારા જીવનની
પ્રતિકુળ દેખાતી પરિસ્થિતિઓને અનુકુળ બનાવી શકાય છે..
જે વ્યક્તિ પોતાનામાં પડેલી સુષુપ્ત શક્તિઓ ને ઉપયોગી
દિશામાં વાપરી છે તેના સારા પરિણામ પણ તેમને હાથો હાથ મળતા જોવા મળ્યા છે.
પરિસ્થિતિઓ કેટલીય વિપરીત અને વિષમ કેમ ન બની હોય, પરંતુ સંકલ્પિત લોકોએ જીવન ની મહત્વની સફળતાઓ
મેળવી બતાવી છે.
શ્રી નારમન પીલે જે છેલે પાદરી બન્યા પોતાના જીવન સમય માં
ઘણા એવા પુસ્તકો લખ્યા છે, જેને વાચી જીવન-વિરોધી પરિસ્થિતિઓ સામે ઝઝૂમવા અને
સફળતા મેળવવા પ્રેણના મળે છે ‘એથ્યુંજીઅજમ મેક્સ ધ ડીફેરેંસ’ નામના પુસ્તકોમાં
તેમણે અગિયાર શબ્દોની ફોર્મ્યુલા બતાવી છે
‘ Every Problem
contains within it self the seeds of it’s on solution’ એનો
અર્થ કે દરેક સમસ્યા પોતાનામાં સમાધાન નું બીજ રાખે છે તેને અંકુરિત તથા વિકસિત
કરવાની જવાબદારી મનુષ્યની હોય છે કે તે પોતાના હેતુની પૂર્ણતા માટે સંકલ્પબદ્ધ
પ્રયત્ન કરે..
જીવનને પ્રગતીશીલ દિશા આપનારી પ્રતિભા ને સુવિકસિત કરવા
માટે સાત સુવર્ણ સૂત્ર તેમણે બતાવ્યા છે જે આ પ્રકારે છે..
1)
મગજ માંથી અસફળ થવાના વિચારો ને કાઢી નાખો અને પોતાની અંદર
સમાયેલી શક્તિઓ ને સમજો..
2)
પોતાની સહાનુભૂતિને અલગ કરીને પોતાના દોષ-દુર્ગુણો અથવા દુર્બળતાઓ
નું નિરીક્ષણ-પરીક્ષણ કરો ..
3)
પોતાના સ્વાર્થના વિષયમાં વિચારવાનું બંધ કરો બીજાની સેવા
મદદ માટે પણ વિચારો અને કાર્ય રૂપ માં અમલ કરો..
4)
ઈશ્વરદત્ત
ઈચ્છાશક્તિનો સાચો અથવા યોગ્ય પ્રયોગ કરો.. તેની દિશાધારા ને
વ્યર્થ-નિરર્થક ન વહેવા દેશો..
5)
જીવન લક્ષ્ય ને ધ્યાન માં રાખીને જ જીવન પધ્ધતિ નક્કી
કરો...
6)
માનસિક ઉર્જાને નિયંત્રિત કરીને ઉપયોગી દિશામાં પ્રયોગ કરો.
વિચારવાની દિશા હમેશા સર્જનાત્મક બનાવી રાખો
7)
જીવનના દરેક દિવસે સવાર અને સાંજ તે પરબ્રમ્હ સમર્થસતા ની
સાથે સંપર્ક – સાનિધ્ય રાખવાનો અભ્યાસ કરવામાં આવે જે અશક્ય દેખાતા કાર્યને પણ
શક્ય બનાવાની શક્તિ આપે છે.
આ તે મહત્વના સુત્રો છે જેનો આધાર લઈને સૌ કોઈ પોતાની
પ્રતિભાને કુંઠિત થવામાંથી બચાવી પોતાને પ્રગતિના ઉચા શિખર સુધી પોહચાડી શકે છે
પ્રતિભા સફળતાનું બીજ છે

