તમને આજીવન તંદુરસ્ત રાખશે.. આ પાચ નિયમો નું રોજ પાલન કરો ..
આજ કાલ લોકો પોતાના કામ કાજ માં એટલા વ્યસ્ત છે કે પોતાના
સ્વાસ્થ્ય ની પ્રત્યે ધ્યાન નથી દેતા જેના લીધે માનવી નું આયુષ્ય માત્ર ૬૦-૬૫ વર્ષ નું જ
રહ્યું છે... માનવી તંદુરસ્તી નથી જાળવી શકતો જેને કારણે વૃદ્ધાવસ્થા જલ્દી આવી
જાય છે
જો તમે અહી આપેલા નિયમો ને રોજીંદા જીવનમાં અપનાવશો તો તમે
લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકશો...
1)
રોજ ફળોનું સેવન કરવું:
ફળો માં ફાયબર અને વિટામીન હોય છે અને બીજા ઘણા પોષક તત્વો
હોય છે જે મેટાબોલીઝમ ઝડપી બનાવે છે અને તેના લીધે હોર્મોન્સ નું સમતોલન જળવાઈ રહે
છે..
ફળોના સેવનથી લોહી નું પરિભ્રમણસારી રીતે થાય છે તેના લીધે તંદુરસ્તી
જળવાઈ રહે છે. ફળો ના રસ નું પણ સેવન કરી શકો છો પણ વધારે ફાયદા મેળવવા ફળો
ખાવા...
2)
રોજ કરો
યોગ
યોગ આપણી સંસ્કૃતિ નો એક અમુલ્ય વારસો છે. યોગ કરવાથી આપણા શરીર
નું સ્વાથ્ય જળવાઈ રહે છે. યોગ કરવાથી શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ નો એહસાસ થાય છે
રોજ માત્ર ૩૦ મિનીટ યોગ કરવાથી આપણું આયુષ્ય વધે છે અને આપણી તંદુરસ્તી જળવાઈ રહે
છે . આપણા શરીરની જીવની (પ્રાણ) શક્તિ વધે છે.
3)
પેટ સાફ રાખો:
કબજિયાત રોગ નું મૂળ છે. કબજિયાત થવાથી આપણા શરીરમાં ઘણી
બધી બીમારી આવે છે અને પેટ આપણું બીજું મગજ પણ કહી શકાય કેમ કે પેટ ખરાબ થાય
ત્યારે વિચારો ને પણ અસર થાય છે. પેટ સાફ રખવા તમે ઘણા ચૂર્ણ નો ઉપયોગ કરી શકો જેમ
કે ત્રિફળાચૂર્ણ
સમતોલ આહાર લેવો તીખું તળેલું ઓછી માત્રા માં લેવું .. ભારે ખોરાક લીધો હોય ત્યાર
બાદ 1 દિવસ એકટાણું કરી લેવું. જેથી તંદુરસ્તી જળવાઈ રહે છે.
4)
પુરતી ઊંઘ કરવી:
જે લોકો પુરતી ઊંઘ નથી કરતા તેઓ માં રોગ પ્રતિકારક શક્તિ
ઘટી જાય છે અને વારંવાર બીમાર પડી જાય છે. ઊંઘ માં જ હોર્મોન્સ નો સ્ત્રાવ થાય છે
અને અંદર ના અંગો ને પોષણ મળે છે જેથી આપણે ઉઠીને તાજગીનો એહસાસ થાય છે
આપણા શરીરની તમામ ગ્રંથી ને પોષણ મળે છે અને મગજ શાંત થાય
છે અને તેની કાર્યક્ષમતા માં વધારો થાય છે.
5)
વધારે પાણી પીવો..
પાણી પીવાથી આપણા શરીરનો નકામો કચરો મળ વાટે નીકળી જાય છે અને શરીરમાં નવી તાજગી રહે છે
પાણી વધારે માત્રા માં પીવાથી ડીહાયડ્રેસન જેવી સમસ્યા નથી
થતી અને બ્લડપ્રેશર નોર્મલ રહે છે
આપણા શરીરમાં ૬૦% પાણી હોય
છે જો પાણી ઘટ થાય તો બીમારી ઓ આવી જાય છે.. અને આપને તાવ અને બીજી બીમારીઓ થાય છે માટે
રોજ ૬-૭ લીટર પાણી પીવું જોયે જેથી
તંદુરસ્તી જળવાઈ રહે છે.
6) નિયમિત ચાલવા અને દોડવા જાવ
રોજ ૩૦ મિનીટ ચાલવા જવાથી શરીરની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને ફેફસામાં રહેલો નકામો કાર્બનડાયોક્સાઈડ બહાર નીકળે છે જેના લીધે બીમારી આવતી નથી અને હદયની કાર્યક્ષમતામાં વધારો થાય છે. પગના સ્નાયુની મજબૂતાઈ જળવાઈ રહે છે. જેના લીધે વૃધ્ધાવસ્થા આવતી નથી..
આ નિયમો રોજ અમલ કરવાથી તમારી તંદુરસ્તી કાયમી જળવાઈ રહેશે અને તમે લાંબુ આયુષ્ય પ્રાપ્ત થશેમિત્રો આ પોસ્ટ ગમી હોય તો તેને શેર કરો..
