શું તમારું મન ભટકી જાય છે ? તો એકવાર આ જુરુર વાચો!




મન નો સ્વભાવ છે કે તે કોઈ વાત પર વધારે સમય સ્થિર નથી રેહતું અને વારંવાર આમ-તેમ કુદાકુદ કરે છે. તમે કોઈ વાતને વિચારવા ઈચ્છો છો,પરંતુ મન તેના પર ચોટતું નથી. તો આવી સ્થિતિ માં એ ચિંતનીય વિષયનો  કોઈ ઠીક ઠીક નિર્ણય થઈ શકશે નહિ. આ પ્રકારની સ્થિતિ પૈદા થવાથી ઉત્તમ મગજ વાળા પણ તેટલું કામ નથી કરી શકતા જેટલું કે સામાન્ય મગજના, પરંતુ સ્થિર મન વાળા કરી શકે છે કોઈ મનુષ્ય ગમે એટલો હોશિયાર કેમ ના હોય જો તેના મનને કુદાકુદ કરવાની ટેવ છે અને ઈચ્છિત વિષયમાં એકાગ્ર નથી થતું ત્યારે તેની ચતુરતા કોઈ કામ માં આવશે નહિ અને તેના નિર્ણય અધૂરા અને અસંતોષજનક હશે..
મનની એકાગ્રતાનો સબંધ રુચિ સાથે છે. શુષ્ક તથા અરુચિકર વિષયોમાં મન નથી લાગતું અને ત્યાંથી વારંવાર કુદી જાય છે . એટલા માટે જે વિષયમાં મન લાગે છે, તેને રોચક બનાવું જોઈએ. વિદ્યાર્થીઓને ભૂગોળ અને ગણિતના વિષય કંટાળા જનક લાગે છે, એટલા માટે તે એનાથી બચે છે,પરંતુ જે વિષયમાં સરળતા હોય છે, તેને રસ પૂર્વક વાંચે છે. અહિયાં એમ ન વિચારવું જોઈએ કે ફલાણો વિષય સારો છે અને અમુક નીરસ. સંસારમાં કોઈ પણ વાત નીરસ નથી. ફક્ત મનને તેને અનુકુળ બનવાની યોગ્યતામાં ફરક છે. એક રાજકર્મચારી માટે ખાટલા વણવાનું કામ કોઈ કોઈ પણ રસનું નથી પરંતુ જેને તેમાં રસ હોય છે, તે ખાટલો વણવામાં ખુબ જ સુંદર ફૂલ અને પત્તી ઓ બનાવશે અને પોતાની કળાનું પ્રદશન કરશે.. સંભવ છે કે ધોબી ને અધ્યાપક નું કામ નીરસ લાગશે, પરંતુ તેના માટે કપડા ધોવાનું કામ ખુબજ મનોરંજક છે. દુઃખ થી  દુઃખી થવું અને મૃત્યુ- સામાન્ય રીતે ખુબજ નીરસ અને અરોચક વિષય છે પરંતુ કેટલાક લોકોને એમાં પણ આનંદ આવે છે તપસ્વી લોકો ભૂખ્યા તપસ્યા નિર્જન સ્થાનો પર રહે છે ; ઠંડી ગરમી નું દુઃખ વેઠે છે – આ બધું તેમના રસ ને અનુકુળ હોય છે, એટલા માટે તે આ દશામાં પણ  તેમને આનંદ આવે છે. ધર્મનિષ્ઠ લોકો હરિશ્ચંદ્ર, શિબી, દધીચિ, મોરધ્વજ, હકીક્તરાય, બંદા વૈરાગી વગેરેની જેમ છેલ્લે સુધી દુઃખ સહે છે. દેશભક્ત લોકો ફાંસીના ફંદાને હસતા હસતા ચુંબન કરે છે. તેમને આ સ્થિતિ તેવી દુઃખમય લગતી નથી, જેવી આપણને પ્રતીત થાય છે સૈનિક રણક્ષેત્રમાં મુત્યુની સાથે રમે છે; શરીર પર ઘા સહન કરે છે. પરંતુ એ કામ માં પણ રસ હોય છે. તાત્પર્ય એ છે કે કોઈ પણ કાર્ય અને વિષય એવો નથી કે જેને નીરસ કહેવામાં આવે છે.. લોકો તેને નાપસંદ કરે છે ફરક એટલા માટે તે નીરસ લાગે છે. જો તે વિષયમાં રસ પૈદા કરવામાં આવે તો તેમાં પણ મન લાગી જાય છે જો તેમાં રસ નહિ હોય તો મન તેને ઉચાટાવાનું કામ કરશે...




મારી-મારીને પણ કોઈ કામ પર મનને લગાવી શકાય છે, જેમ કે કેદી બળજબરી કરવી પડે છે તે તેને પસંદ નથી છતાં પણ મજબૂરી બધું કરાવી લે છે.. એક પુરુષ જે લુહારનું કામ કરવા ઈચ્છે છે પરિસ્થિતિવશ સોની નું કામ કરવું પડે છે તો શરૂઆત મનની દશા ઠીક ન રહેવાથી મારીઝુડી ને તે એ કાર્યથી ટેવાય જાય છે પરંતુ જ્યાં સુધી તે પૂર્ણ રુચિ એ કાર્યમાં નહિ લેવા લાગે ત્યાં સુધી  વેઠ ઉતારવી પડશે અને કોઈ સંતોષ જનક પ્રગતી કરી શકશે નહિ કેદી વર્ષો સુધી કામ કરે છે, પરંતુ તે છેલ્લે સુધી તેના માટે વેઠ બની રહે છે. આ જ કારણ  છે  કે જેલ અધિકારીઓને કેદીઓના ઘણા કાર્ય દોષપૂર્ણ લાગે છે..


કોઈ વિષય પર મનને લગાવી દેવામાં એક કુશળ સેનાપતિ જેવી યોગ્યતા જોઈએ. તે પોતાની સેનાને દરેક દિશાના જોખમોથી બચાવતો એક ચોક્કસ માર્ગે લઇ જાય છે. તે પોતાની સેનાને દરેક દુશ્મનો ના દરેક મોરચા પર નથી ફેલાવી દેતો, પરંતુ એક મજબુત મોરચા પર પૂર્ણ તાકાત સાથે ચઢાઈ કરે છે. મનને બધી તરફથી અટકાવવું મુશકેલ છે તેને એ રીતે  એકાગ્ર ન કરી શકાય. એકાગ્રતાનો રસ્તો એ છે કે કોઈ એક વાતમાં રસ ઉત્પન્ન કરી લેવામાં આવે. જયારે પોપટ પાંજરા માંથી ઉડી જાય છે, ત્યારે આકાશ માં ચારે તરફ જાળ તાણીને તેને નથી પકડી શકાતો, પરંતુ તેની આગળ દાણા નાખવામાં આવે છે જેની તરફ આકર્ષિત થઈને તે પોતાની પેહલાની જગ્યા એ આવી જાય છે..
એકાગ્રતાથી કાર્યશક્તિને ઘણી ઉતેજના મળે છે. કમજોર મગજને પણ એકગ્રતા અદ્બુધ પ્રતિભા-સંપન્ન બનાવી દે છે. એક નદી બસો ગજ પહોળી અને પાંચ ગજ ઊંડી વહી રહી છે. જો તેની પહોળાઈ દસ ગજ કરી દેવામાં આવે તો નિશ્ચિત છે કે ઉંડાઈ પહેલા કરતા ખુબ જ વધારે થઇ જશે અને પાણીનો વહેવાનો વેગ પેહલા કરતા કેટલાય ગણો વધારે થઇ જશે. પતંજલિએ યોગ સાધનાનું મૂળ રહસ્ય એકાગ્રતાને જ બતાવ્યું છે તે મનના વિચારોના નિરોધને જ યોગ કહે છે એમ તો દરેક પ્રકારની પ્રગતિઓનો મૂળમંત્ર એકગ્રતા છે, પરંતુ માનસિક શક્તિનો વિકાસ કરવા અને બુદ્ધિ વધારવા માટે તો એનાથી સારો ઉપાય છે જ નહિ. મસ્તિષ્ક નિર્બળ છે, અવિકસિત છે, બુદ્ધિશક્તિ ઓછી છે, તો ચિંતા કરશો નહિ દોરડું ઘસવાથી પથ્થર ની શીલા પર નિશાન બની જાય છે, ત્યારે ઓછી બુદ્ધિ વાળા બુધ્ધીશાળી કેમ ન બની શકે? જે ડાળ બેસવું, તેને જ કાપવી -  જેની આવી જાડી બુદ્ધિ હતી, તે વ્રજમુર્ખ કહેવાતો કઠિયારો જો સંસ્કૃતનો ધુરંધર વિદ્વાન અને અદ્રિતીય કવિ બની શકે છે, ત્યારે કોઈ કારણ નથી નથી કે એ લોકો જે પોતાને મંદબુદ્ધિ કહે છે, આગળ જતા પ્રભાવશાળી વિદ્વાન ણ બની શકે.




ઉપર બતાવામાં આવી ચુક્યું છે કે બુદ્ધિ વધારવાનું મુખ્ય સાધન એકાગ્રતા છે અને મનને એકાગ્ર કરવાનો ઉત્તમ માર્ગ તેને મારી-મારીને કોઈ કામમાં લગાવવો નહિ, પરંતુ તે કાર્યમાં ઈચ્છા ઉતપન્ન કરવાનો છે. કોઈ કામમાં ઈચ્છા ત્યારે પૈદા થાય છે, જયારે તેમાં સ્વાર્થ-સાધન અને મનોરંજનની  વિશેષતાઓ હોય આ બન્ને  બાબતો તે વિષયમાં ઉત્પન્ન કરવી જોઈએ, જેમાં રુચિ વધારવાની ઈચ્છા છે. માની લો કે તમે ગણિત પર મન લગાવવા ઈચ્છો છો, તો પહેલા મનને સમજવું પડશે કે એને શીખવાથી તમને શું લાભ થશે? ગણિત શીખીને તમે તમે જે લાભ મેળવી શકો છો, તે બધું મનમાં વારં-વાર લાવો અને કલ્પના-લોકમાં એવા માનસ-ચિત્ર બનાવો કે, જેમાં તમારું એ ચિત્ર ઉચ્ચ રૂપમાં હોય, જે ગણિતને સારી રીતે શીખી લેવાથી તમે હોય શકો છો. કાયદા ભણવામાં તમારું મન ત્યારે લાગશે, જયારે તમે એક સારા બેરિસ્ટરના સન્માનિય અને ધનવાન રૂપમાં પોતાનું ભાવી ચિત્ર જોઈ શકો. એક દિવસ મને ઈશ્વરના દર્શન થશે, મુક્તિ મળશે, સ્વર્ગ મળશે વગેરેની કલ્પનામાં પોતાનું છેલ્લું સુખી ચિત્ર જોતો મનુષ્ય એટલો પ્રસન્ન થય જાય છે કે રસ્તાની બધી વાતો તણખલા જેવી લાગે છે અને મોટી મોટી મુશ્કેલી તેનો ઉત્સાહ ધીમો પાડી શકતી નથી.  સુંદર ભવિષ્યની કલ્પના આપને ઉત્સાહ આપે છે. જે ઉજ્વળ ભવિષ્યનું ચિત્ર પોતાની જ્ઞાન આખો દ્વારા નથી જોય શકતો, તે પશુઓ જેવું જીવન વિતાવશે, પ્રગતીના બધા રસ્તા તેના માટે બંધ છે. તમે બુદ્ધીમાન બનવા માંગો છો, ત્યારે જે વિષયની યોગ્યતા મેળવવી છે, તે વિષયના જાણકાર બનવાથી તમને જે ઉચ્ચસ્થાન મળશે, તે સ્વરૂપની વારંવાર કલ્પના કરો. આ વિષયની કલ્પના જેટલી સુદ્રઢ અને સ્પષ્ટ હશે, તેટલું જ તે વિષય પર મન વધારે લાગશે અને એકાગ્રતા સંભવ બનતી જાશે...


            કામ કરવાની પધ્ધતિ ને મનોરંજક બનાવવી, આ એક વ્ય્હારીકતા છે. કોઈ કામને કરતી વખતે અથવા કોઈ વિષયને વિચારતી વખતે ઉદાસીનતા અથવા ચિંતાના ભાવ પેદા ન થવા દેશો તેને એક મનોરંજન જ સમજો. મનને પ્રસન્ન રાખો અને મોઢા પર થોડું હાસ્ય જાળવી રાખો. હસતા રહેવું ખુબ સારો ગુણ છે. એનાથી મગજના સુક્ષ્મ કોશ જાગૃત અને આનંદિત રહે છે અને પૂર્વસંચિત જ્ઞાનને સમય આવ્યે પેદા કરવા તૈયાર રહે છે. જે કામ કરો, તેમાં પોતાની જવાબદારીનું સંપૂણ ધ્યાન રાખો, પરંતુ સાથે જ તેને ભારરૂપ ન બનાવાશો. પોતાની દિનચર્યાને એક માનસિક રમતના રૂપમાં સમજો. તાશ અથવા શતરંજ રમવામાં ઘણો માનસિક પરિશ્રમ કરવો પડે છે, પરંતુ લોકો કલાકો તેમાં લાગેલા રહે છે; મન સહેજ પણ કંટાળતું નથી. જો કે આ રમતોમાં સ્વાર્થ નથી છતાં મનોરંજન પૂરે પૂરું છે. પરિણામે આ રમતોને રમનાર ખાવાનું-પીવાનું પણ ભુલી જાય છે અને ખુબ ધ્યાન સાથે રમતા રહે છે. તે તેટલો જ માનસિક પરિશ્રમ કરે છે, જેટલો એક વકીલ પોતાના કેસને તૈયાર કરવામાં કરે છે, છતા તેમને થાક લાગતો નથી અને સંપૂણ એકગ્રતા રહે છે.    
  પોતાના કામોને, શીખવાના વિષયને રમત સમજો તેને મનરંજન દ્રષ્ટીએ જુઓ. ક્યારેય ઉદાસીનતા અથવા ચિંતા ન આવવા દો. બાળકો માટી અને કાંકરાથી રમત રમે છે. મજુર લોકો ભારે વજન ઉઠાવતા ગીતો ગાય છે, તો પછી તમે કેમ પોતાના કામોમાં પ્રસન્નતાની વાતો શોધી કાઢતા નથી ! જે કરો એ મનોરંજનની જેમ કરો...
ઘણા સમય સુધી કોઈ કામને કરવાથી પણ મન થાકી જાય છે અને કંટાળવા લાગે છે. તમે જાણો છો કે એનું કારણ કયું છે ? વાસ્તવમાં શરીર અથવા મન જિંદગીભર કોઈપણ ક્ષણે  કામ કરવાથી બંધ થતું નથી. સુતી વખતે પણ મન કામ કરતુ રહે છે . તો પછી જાગૃત અવસ્થાની તો વાત જ શું છે? મન ને થાક લાગવાનો અર્થ છે એક જ પ્રકારના કામમાં તેનું વ્યસ્ત રેહવું. જયારે મન થાકવા લાગે, તો કાર્યમાં થોડું પરિવર્તન કરીદો જેમ કે તમે હમણાં કોઈ કાવ્ય યાદ કરી રહ્યા હતા જયારે મન થાકી જાય તો એ કાવ્યનો અર્થ યાદ કરવા લાગો. આ રીતે વચ્ચે થોડો વિશ્રામ આપવાની આ પદ્ધતિ ખુબ સારી છે કે થાક લાગે તો કામની દિશા થોડી બદલી નાખવામાં આવે. આ રીતે મન ફરી કામમાં લાગવા માટે સમર્થ બની જાય છે .




પોતાના કામમાં આવતી વસ્તુઓને સાફ-સ્વસ્થ રાખવી, તેને સુંદર બનાવવી અને સજાવી રાખવી, આ પણ એક નાનુ  મનોરંજક કાર્ય છે, જેથી મનમાં પ્રસન્નતા ની લહેરો પેદા થાય છે, ગંદા તૂટેલા અને વેરવિખેર અસ્ત વ્યસ્ત કાગળોવાળા ટેબલ પર કામ કરવા કરતા એક સ્વચ્છ, સુંદર અને સજાવેલ ટેબલ પર મન વધારે લાગશે મન પ્રસન્ન રહેશે અને કામ વધારે તથા ઉત્તમ થઇ શકશે. વિદ્વાન પાઠક જો ઈચ્છા કરે, તો પોતાના કામમાં પોતાની સમજથી મનોરંજનના ઘણા સાધન કાઢી શકે છે.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url