માણસોના સ્વભાવને જાણો તેના બ્લડગ્રુપ થી




તમને જાણીને નવાઈ લાગશે કે આ લોહી ના પ્રકાર પરથી તમે વ્યક્તિ વિષે ઘણું બધું જાણી શકો છો. તમારા વ્યક્તિત્વ ને ઓળખવામાં ઘણી મદદ કરશે. તમારી વિશેષતા અને ક્ષમતા વિષે પણ ઘણી બધી જાણકારી મેળવી શકશો. જાપાન દ્વારા વિકસવામાં આવેલું આ જ્યોતિષ શાસ્ત્ર છે અને બીજા ઘણા દેશો દ્વારા આ રિસર્ચને સંપૂણ પણે માન્યતા આપવામાં આવેલી છે



સૌ પ્રથમ ૧૯૦૧ માં લોહીના પ્રકારો વિષે માહિતી મળી, માનવ જાતીમાં લોહીના  મુખ્ય 4 પ્રકાર  જોવા મળે છે. જેમાં A+-, B+- , AB+- , O+-





બ્લડ ટાઇપ A(+)(-):



જે લોકો નું બ્લડ ટાઇપ A હોય છે તે લોકોમાં નેતૃત્વ કરવાની ક્ષમતા સારી હોય છે, સફળતા મેળવવા ખુબ મહેનત કરે છે માટે બીજા લોકો ના રોલ મોડલ બને છે, આ લોકો બધાને સાથે લઇ ને ચાલવા વાળા હોય છે પોતાના અંગતમિત્રો અને પરિવારજનો માટે મદદ કરવા હમેશા તૈયાર રહે છે . આ લોકો ને પુર્ણતાવાદી હોય છે ,એટલેકે પરફેકટ કામ કરનારા લોકો આ બ્લડ ગ્રુપ માં જોવા મળે છે. આ લોકો દરેક વાત ને ગંભીરતા થી લઇ લે છે લીધે વધારે પડતા તણાવગ્રસ્ત રહે છે.આ લોકોના વિચારો ને સમજવા બહુ મુશ્કેલ હોવાથી કામ કરવામાં મુશ્કેલી પડે છે.

ગુણ :

  • આ લોકો માં વિશ્લેષણ(analysis) કરવાની ક્ષમતા બીજા કરતા સારી હોય છે
  • પોતાના વિષય માં પરફેકટ હોય છે.
  • વફાદાર અને જવાબદાર વ્યક્તિ  હોય છે.
  • ખુબ નાની વાત ને પણ ધ્યાનથી લે છે,
  • દયાળુ , ઈમાનદાર , રચનાત્મક, ધેર્યવાન, અને અનુશાસન પ્રિય અને શાંત સ્વભાવના હોય છે.

અવગુણ :

  • આ લોકો ખુબ જીદી સ્વભાવના હોય છે, સ્વભાવ ખુબ સવેંદશીલ(sensitive) હોય છે જેથી આ લોકો ચિંતા અને અનિંદ્રા ના શિકાર બને છે. 
  • જનુની, શરમાળ, અને એકલા રહેવું આ લોકોને પસંદ છે.

સામાજીક જીવન :

બ્લડ ગ્રુપ  A લોકોનું સામાજીક જીવનમાં આ વ્યક્તિ ભરોસા ને પાત્ર અને દયાળુ હોય છે. બધા નું ખુબ ધ્યાન રાખે છે. આ લોકો વિવાદમાં પડતા નથી કેમ કે તેઓ ને ઝગડા કરવા ગમતા નથી. જયારે તેઓ દુઃખી હોય છે ત્યારે તેઓ આક્રામક બની જાય  છે આ લોકોને  પાર્ટી અને સમરોહ માં  ઓછા જાય છે..


બ્લડ ગ્રુપ B (+)(-):

આ લોકો ભરોસાપાત્ર હોય છે
આ બ્લડ ગ્રુપ વાળા લોકોને  ને સમજાવા ખુબ મુશ્કેલ હોય છે. તેઓ ભાવાત્મક વિચારો વાળા હોય છે
આ લોકો સાચું બોલનારા હોય છે પછી દુનિયા તેનો સુ વિચાર કરે છે તેનો ડર રાખતા નથી.

ગુણ:

  • આ લોકોમાં  ભાવુક, સક્રિય(Active), મહત્વકાક્ષી, કલ્પનાશીલ, રચનાત્મક, રમુજી સ્વભાવના, આશાવાદી હોય છે. 
  • તેઓ પોતાના સ્વતંત્ર વિચારો ધરાવે છે.

અવગુણ:

  • આ લોકો ગેરજવાબદાર, માફ ન કરવા વાળા
  • જીદ્દી, કઠોર, ગુસ્સેલ સ્વભાવના નકારાત્મક વિચારો વાળા હોય છે.

સામાજીક જીવન:

આ લોકોનું જીવન મોજ મસ્તી વાળું હોય છે  તેઓ પોતાની મોજ માં રહે છે, જોકે આવી મોજ મસ્તી વાળું જીવન ક્યારેક તેઓ ને મુશ્કેલીમાં  મૂકી દે છે. આ બ્લડ વાળા જીદી સ્વભાવ ના લીધે પોતાનું ધાર્યું જ કરે છે અને પોતાની મરજી મુજબ જ કરે છે .આ લોકો માટે પોતાનો લક્ષ્ય પહેલા હોય છે, આ લોકો સાથે કામ કરવું બહુ મુશ્કેલ બની જાય  છે. કેમ આ લોકો પોતાનું ધાર્યું જ કરે છે, અને તેમાં જ તેને મજા આવે છે..




બ્લડ ગ્રુપ: AB - +

આ બ્લડ ગ્રુપ ના લોકોને ને જાણવા ખુબજ અઘરા છે. કોઈ જાણી શકતું નથી કે આ લોકો ક્યારે શું વિચારે છે. આ લોકોનો સ્વભાવ વિચિત્ર હોય છે.
બ્લડ ગ્રુપ AB નેગેટીવ હોય તો આ લોકો નું મગજ ખુબ એક્ટીવ હોય છે અને બુધ્ધિશાળી હોય છે.
આ લોકો કોઈને પણ સરળતાથી સમજી શકે છે  ઘણી વાર આ લોકો બનાવટી  ભાવ બતાવે છે જેમ કે તેઓ ને કાઈ ખબર નથી પડતી અને

ગુણ:

રમુજી સ્વભાવ , કલ્પનાશીલ, બુધ્ધિમાન, તર્કસંગત, વ્યવહારિક, દાર્શનિક

અવગુણ:

મુસીબતો માં પાડવા વાળા, ભુલકાણા, ભાવનાત્મક, સ્વાર્થી, નાજુક હોય છે.

સામાજીક જીવન:  

આ લોકોના મોજીલા સ્વભાવ ના લીધે મિત્ર વર્તુળ મોટું હોય છે. બીજા પોતાની બુધ્ધિથી પ્રભાવિત કરે છે. ક્યારેક અતિ ભાવાત્મક બની જાય છે.. આ બ્લડ ગ્રુપ ના લોકો પોતાના મિત્રો પ્રત્યે વફાદાર નથી હોતા.. આ લોકો મનોરજન કરતા હોવાથી આ લોકો સાથે કંટાળો નથી આવતો.. ઘણી વાર ભાવનાવશ થઇ જાય છે અને તેના શબ્દો બીજા ને ઠેસ પહોચાડે છે  આ લોકો કોઈના પર નિર્ભર નથી રહેતા..



બ્લડ ટાઇપ o-+:

બ્લડ ટાઇપ O વાળા લોકો દરેક પરિસ્થિતિ માં હીરો બનવાની કોશીશ કરે છે. આ બ્લડગ્રુપ વાળા લોકોમાં સારા લીડર બનવાની ક્ષમતા હોય છે. આ લોકો લચીલા અને ખુલા મન વાળા હોય છે. તેમનો આ વ્યવહાર તેમને એક સારા મિત્ર બનાવે છે

ગુણ:


  • આ બ્લડ ટાઇપ ના લોકોમાં ભરપુર આત્મવિશ્વાસ હોય છે, હમેશાં ઉત્સાહી રહે છે.
  • મહેનતી, ઈમાનદાર મૈત્રીપૂર્ણ, પ્રભાવશાળી, આશાવાદી, મજબુત ઈચ્છાશક્તિ , ઉદાર હોય છે..

અવગુણ:


  • આ લોકો આક્રામક સ્વભાવના હોય છે.
  • અભીમાની,પોતાના વિષે જ વિચારવા વાળા, 
  • ગેરજવાબદાર,નાટકબાજ જનુની પણ હોય છે..
  • આ લોકો ને આરામથી ભટકાવી શકાય છે..

સામાજીક જીવન:

આ લોકો સારા મિત્રની છાપ ધરાવે છે દરેક કાર્ય માં આગળ હોય છે. તેઓ ન્યાય કરવમાં વિશ્વાસ રાખે છે.  પોતે આકર્ષણ નું કેન્દ્ર બને તેમાં જ મજા આવે છે. દરેક વસ્તુ થી જલ્દી કંટાળી જાય જે માટે તે લોકો સતત નવું શોધતા હોય છે, આ લોકોમાં સફળ બનવા માટે જુનુન હોય છે આ લોકો મહેનતી હોય છે પણ થોડી થોડી વાર માં કંટાળી જાય છે. આ લોકો ખુલા દિલ થી પ્રેમ કરે છે, આ લોકો જેટલો પ્રેમ તેના પાર્ટનરને કરે છે તેટલો જ સામે વાળીવ્યક્તિ પાસે અપેક્ષા રાખે છે.


આવા જ આર્ટિકલ્સ મેળવવા Like અને  Subscribe કરો...

Next Post Previous Post
No Comment
Add Comment
comment url